સ્ત્રી શક્તિ
એક રાજ એવું પણ હતું, જ્યાં
તડકો પણ ચળાઈ ચળાઈને જ આવતો હતો.
વરસાદ પણ ઝરમર ઝરમર જ વરસતો હતો.
વાયુ પણ મંદ સુગંધ જ વહેતો હતો.
લતા દ્રુમ ઈચ્છિત સમયે જ ફળ ફૂલ આપતા હતા.
આવા રાવણના સમૃદ્ધ રાજ માં,
પરસ્ત્રી હરણના કારણે,
સુવર્ણની લંકા બળી ને ખાખ થઇ ગઈ હતી.
એક રાજ એવું પણ હતું, જ્યાં
રાજા સ્વયં ધર્મનો અવતાર હતા.
દેવ ના દીધેલા વડીલોની સેવા કરતા હતા.
દેવોના વિમાનો આકાશમાં ગરદી કરતા હતા.
કમળ-નયન શ્રી કૃષ્ણ, પોતાના કર-કમળથી, ઋષીઓ ના ચરણ-કમળ ધોતા હતા.
ત્યાં પાંડુ-પુત્રોએ નિજ સ્ત્રીને હોડમાં મૂકી હતી.
વસ્ત્ર હરાયા દ્રૌપદીના,
લાજ હરાયી કુરુકુળની.
આંધળિયાં થયા સહુ,
આંધળિયાં કર્યા બહુ.
ઘોર નર-સંહાર પછી,
ચોધાર આસું એ રડ્યા છે સહુ.
રમણીને રડાવી રાવણ રણમાં રોળાયો હતો.
દ્રૌપદીને દુભાવી દુર્યોધન દટાયો હતો.
ટ્રોયની દીવાલો પણ ધરણી-દોસ્ત થઈ ગઈ હતી.
સુલતાનો અનેક પાયમાલ થયા હતા.
રાજા, રજવાડા, ચક્રવતી ભુપતિઓ પણ સ્ત્રીના ધિક્કાર ને નથી જીરવી શક્યા.
નારી નબળી નથી,
તેતો નારાયણી છે.
કાલી, કલ્યાણી, ભગીની અને ભૈરવી છે.
સ્ત્રી શક્તિતો જગતની જનની છે.
સાચું કહું છું,
ભાવત સુખી અને સમૃદ્ધ સંસાર નો પાયો છે - સ્ત્રી.
'ભાવત'
Return to Index
Return to Bhagwat's main page
Return to ShriNathji's Haveli
© Bhagwat Shah
[email protected]