નિધિ સ્વરૂપો

નિધિ એટલે "અથાગ / અનંત / વિપુલ રાશી".

તેથી સમુદ્ર ને "જલનીધી" કહેવાય છે.
શ્રી વલ્લભ અને શ્રી ગુસીજી ના સેવ્ય સ્વરૂપો નિધિ ના નામે ઓળખાય છે કારણકે જેમેના માથે આ નિધિ સ્વરૂપો બિરાજે છે, તેમને નિધિજી ના કારણે વિપુલ પ્રમાણ માં યશ, કીર્તિ અને ધન અનાયાસે મળી જાય છે.

જે નિધિ સ્વરૂપો શ્રી ગુસીજી ના બાળકો ના માથે પધરાવ્યા, તેને આપણે જાહેર રીતે નિધિ સ્વરૂપો કહીએ છીએ.
શ્રી વલ્લભ અને શ્રી ગુસીજી ના સેવ્ય સ્વરૂપો વિશાલ હવેલીઓ માં બિરાજે છે તેથી લોકો તેમનેજ મુખ્ય નિધિ સ્વરૂપો તરીકે સ્વીકારે છે.  પણ, ખરે ખર તો શ્રી વલ્લભકુલ જે જે સ્વરૂપ પધરાવે, તે તે તેમની નિધિ કહેવાય.

ધન કેવળ પૈસા કે સોના માં નથી.  શાસ્ત્રમાં અષ્ટ લક્ષ્મી સ્વરૂપે ધનના અનેક સ્વરૂપો કહ્યા છે.  નિજ ધન એટલે જે મને પ્રાણ
કરતા પણ પ્યારું લાગે તે.  વૈષ્ણવો ને પોતાના ઠાકોરજી આ પ્રમાણે પ્રાણ કરતા પણ પ્યારા લાગે, ત્યારે તેમને પોતાના ઘરે પધરાવેલા ઠાકોરજી ખરે ખર નિધિ સ્વરૂપની લીલાઓ નું દાન કરે છે.

સારસ્વત કલ્પ માં કૃષ્ણનું વ્રજમાં આગમન થયું અને
  તેમને જુદી જુદી લીલાઓ કરી. આ વિવિધપ્રકારની લીલા ના જુદા જુદા સ્વરૂપો છે જે શ્રીવલ્લભે નીજ સેવા માટે સ્વીકાર્યા તે બધા સ્વરૂપો ને નિધિસ્વરૂપ કહે છે.  સારસ્વત કલ્પ માં કૃષ્ણ ના  ૧૨ સ્વરૂપો  છે, તેમાં નવ નિધિ સ્વરૂપો મુખ્ય છે.  

૧.      શ્રીનાથજી  (હાલમાં નાથદ્વારામાં બીરાજે છે.)

૨.      શ્રીનવનીતપ્રીયજી (હાલમાં નાથદ્વારામાં બીરાજે છે.)

૩.      શ્રીમથુરેશજી    (હાલ માં કોટા બીરાજે છે.)

૪.      શ્રીવિઠ્ઠલનાથજી (હાલમાં નાથદ્વારા બીરાજે છે.)

૫.      શ્રીદ્નારકાધિશજી  (હાલમાં કાંકરોલી બીરાજે છે.)

૬.      શ્રીગોકુલનાથજી (હાલમાં ગોકુલ બીરાજે છે.)

૭.      શ્રીગોકુલચન્દ્નમાજી  (હાલમાં કામવન બીરાજે છે.)

૮.      શ્રીબાલકૃષ્ણજી (હાલમાં સુરત બીરાજે છે.)

૯.      શ્રીમદનમોહનજી        (હાલમાં કામવન બીરાજે છે.)

૧૦.    શ્રીમુકુંદરાયજી (હાલમાં કાશી બીરાજે છે.)

૧૧.    શ્રીકલ્યાણરાયજી (હાલમાં બરોડા બીરાજે છે.)

૧૨.    શ્રીનટવરલાલજી (હાલમાં  અમદાવાદ બીરાજે છે.)  

મુખ્ય નિધિ સ્વરૂપો :  શ્રીનાથજી, શ્રીનવનીતપ્રિયાજી, શ્રીમથુરેશજી,  શ્રીવિઠ્ઠલનાથજી, શ્રીદ્ધારકાધિશજી, શ્રીગોકુલનાથજી, શ્રીગોકુલચન્દ્નમાજી,  શ્રીબાલકૃષ્ણજી,  શ્રીમદનમોહનજી.

શ્રીનાથજી અને શ્રીનવનીતપ્રિયાજી સિવાય ના બધા સ્વરૂપો શ્રીમહાપ્રભુજીના સેવકો ના સેવ્ય છે. શ્રીગુંસાઇજી પ્રભુચરણે પોતાના સાત લાલન ને ક્રમશઃ  શ્રીગિરિધરજી, શ્રીગોવિન્દજી, શ્રીબાલકૃષ્ણજી, શ્રીગોકુલનાથજીશ્રીરઘુનાથજી, શ્રીયદુનાથજી, શ્રીઘનશ્યામજી ને એક એક સ્વરૂપ પધરાવી દીધું. 

જ્યારે બધા બાળકોએ પોતાની જાતે પોતાની રીતે જુદા થવાનું નક્કી કર્યું. તે સાત ઘર ને સપ્તપીઠ કહે છે અને આ સ્વરૂપો ને તે ગૃહ ના નિધિસ્વરૂપ કહે છે. શ્રીગુંસાઇજી પ્રભુચરણે શ્રીગિરિરાજ ઉપર શ્રીનાથબાવા ની અને શ્રીનવનીતપ્રિયાજીની ગોકુલમાં સેવા કરતાં, જ્યાં સુધી તેઓ આ ધરા પર રહ્યાં ત્યાં સુધી તેમણે સેવા કરી. તેમના લીલા પ્રવેશ પછી તેમના પ્રથમ પુત્ર શ્રીગિરિધરજીએ આ સેવા ક્રમ ચાલુ રાખ્યો.  

 

કામિની રોહિત મેહતા

© Kaminiben Mehta [email protected]

 

Return to the Introduction index

Return to main courtyard of the Haveli