સ્વભાવ વિજયો ભવેત


શ્રી યમુનાષ્ટક નું ઉત્તમ ફળ એ છે કે, આપણને પોતાના સ્વભાવ પર વિજય મળે. 
તો આપણને સ્વાભાવિક વિચાર થાય કે કયા "સ્વભાવ" પર વિજય મેળવવાની જરૂર છે ?

સ્વભાવ બે પ્રકાર ના છે.  શ્રી યમુનાજી ની કૃપા થાય તો આ બન્ને સ્વભાવો જીતાય.
૧) એક સ્વભાવ તો એ છે જે આપણે બધા જોઈ શકીએ છીએ.  સારો, ખરાબ, તીખો, મધુર, કંજૂસ, ઉડાવ વગેરે.
સેવા, સ્મરણ, વાંચન, શુભ આચરણ વગેરે કરવાથી આપણો બાહ્ય સ્વભાવ જરૂર સુધારે છે. 
માંની કૃપાથી આપણે થોડા નરમ, શાંત, સરળ વગેરે થઈએ છીએ. 
શ્રી યમુનાષ્ટક નું મધ્યમ ફળ આ છે.

૨) આપણો મૂળભૂત સ્વભાવ જે આપણી સાથે જનમો જનમ થી આવ્યો છે.
દરેક આત્મનો મૂળ સ્વભાવ સત, ચિત, આનંદ જ છે.  હરી રસ માં એકરસ થઈયે, તો આપણે પણ સત્ચિદાનંદ સ્વરૂપમાં ભળી શકીએ. 


માંની કૃપાથી આપણે આ મૂળ સ્વભાવ પર પાછા પહોચવાનું છે. 
શ્રી યમુનાષ્ટક નું ઉત્તમ માં ઉત્તમ ફળ તો આજ છે !

 

 

Bhagwat Shah © 

 

Return to philosophy index

Return to main courtyard of the Haveli

 

[email protected]