ઉપકાર તમારા ભારે રેઉપકાર તમારા ભારે રે......હે શ્રીજીબાવા,
હું દેખું વારે વારે રે......હે શ્રીજીબાવા

મેં જે માગ્યું તમે આપ્યું, દુ:ખ પડતાં પહેલા કાપ્યું,
મન નિજ પદમાં હે સ્થાપ્યું રે......હે શ્રીજીબાવા
ઉપકાર તમારા ભારે રે......હે શ્રીજીબાવા --- (૧)

બેઉ લોક તણું હિત મારું, તમે કરતા ન્યારું ન્યારું,
હું શું શું તે સંભારું રે......હે શ્રીજીબાવા
ઉપકાર તમારા ભારે રે......હે શ્રીજીબાવા --- (૨)

હું ચૂકયો ધર્મો મારા, પણ આપ ચુક્યા નહી પ્યારા
વરસાવી કરુણા ધારા રે......હે શ્રીજીબાવા
ઉપકાર તમારા ભારે રે......હે શ્રીજીબાવા --- (૩)

પ્રભુ તુજ જેવો સુખદાઈ, તુજ જેવી મન મોટાઈ,
નથી ક્યાંય વિશ્વની માંહી રે......હે શ્રીજીબાવા
ઉપકાર તમારા ભારે રે......હે શ્રીજીબાવા --- (૪)

`અનુ' તુજ શરણે જે રહે છે, તે ખરી મજા માણે છે,
સાચા બડભાગી એ છે રે......હે શ્રીજીબાવા --- (૫)

ઉપકાર તમારા ભારે રે......હે શ્રીજીબાવ
હું દેખું વારે વારે રે......હે શ્રીજીબાવા

 

Kindly written up on the net by Sujal Shah

 

Return to the Bhajan index

Return to main courtyard of the Haveli