મારા રામે દીધો છે રૂડો રોટલો

મારા રામે દીધો છે રૂડો રોટલો રે (૨)
કોઈ ને ખવડાવી ને ખાઓ, કોઈ ને સાથે લઈને ખાઓ -

હા રે તમે થોડા માંથી થોડું આપજો (૨)
હા રે તમે કરશો ના કચવાટ (૨) -
                                             મારા રામે દીધો છે રૂડો રોટલો

હા રે તમે મારું મારું કરી ને ના મરશો (૨)
દેવા વાળો છે દાતાર (૨) -
                                            મારા રામે દીધો છે રૂડો રોટલો

હા રે એ તો ભૂખે સુવાડે ના કોઈ ને (૨)
રાખે સૌ પર સરખો ભાવ (૨) -
                                            મારા રામે દીધો છે રૂડો રોટલો

હા રે તમે દિલડા દુભાવશો ના કોઈના (૨)
અંજર જેનું હોઈ તે ખાય (૨) -
                                            મારા રામે દીધો છે રૂડો રોટલો

હા રે તમે આંતરડી કોઈની જો ઠારશો (૨)
ઠારશે તમને રણછોડ રાય (૨)

                                            મારા રામે દીધો છે રૂડો રોટલો

હા રે જ્યારે કાળ પકડશે તારી ચોટલી (૨)
આશિષ આવે કામ ત્યારે  (૨)
                                            મારા રામે દીધો છે રૂડો રોટલો

હા રે અન્નદાન છે મોટું દાન (૨)
સાથે રામનું લે તું નામ (૨)
                                            મારા રામે દીધો છે રૂડો રોટલો

હા રે અડધો ખાજો ને અડધો ખવડાવજો (૨)
રામ કરે કામ મારા, રામ કરે કામ તારા (૨)
                                            મારા રામે દીધો છે રૂડો રોટલો

 

Return to the Bhajan Festival index

Return to main courtyard of the Haveli

 

[email protected]