પ્રભુ મારી નૈયાને પાર ઉતારો

 


ઓ પ્રભુ મારી નૈયાને પાર ઉતારો.....(૨)
ભવસાગરમાં ભૂલો પડ્યો છું,
કોણ બતાવે કિનારો રે...
ઓ પ્રભુ મારી નૈયાને પાર ઉતારો.....(૨)

જનમ થતાં પહેલાં વચન દીધેલાં, ભૂલી ગયો એ બિચારો,
મોહ માયામાં ડૂબી રહ્યો છે, બાહ્ય ગ્રહી મને તારો રે
ઓ પ્રભુ મારી નૈયાને પાર ઉતારો.....(૨)

પાપ કર્યાં બહુ પાછું ન જોયું, એળે જનમ ગુમાવ્યો,
તારે તો તું છે ડૂબાડે તો તું છે, આધાર મને એક તારો રે
ઓ પ્રભુ મારી નૈયાને પાર ઉતારો.....(૨)

અધમ ઓધારણ નામ તમારું, આ પાપીને પાવન કરો,
નટવર ના છો સ્વામી શામળિયા, અમને ઉરમાં ધારો રે
ઓ પ્રભુ મારી નૈયાને પાર ઉતારો..... (૨)

ઓ પ્રભુ મારી નૈયાને પાર ઉતારો.....(૨)
ભવસાગરમાં ભૂલો પડ્યો છું, કોણ બતાવે કિનારો રે...
ઓ પ્રભુ મારી નૈયાને પાર ઉતારો.....(૨)

 

Kindly written up on the net by Sujal Shah

 

Return to the Bhajan index

Return to main courtyard of the Haveli