અથતો બ્રહ્મ જીજ્ઞાસા
બ્રહ્મ ને જાણવા સૌથી વધુ સાધ્ય, સરળ, પ્રવૃધ, રસિક સાધન મહાભારત છે.
સંસારી, ખલ, પ્રપંચી વ્યક્તિ પણ બ્રહ્મને આ શાસ્ત્ર દ્વારા સમજી શકે છે.
ભૂતકાળની ભૂલો આપણાથી ભવિષ્યમાં ના થાય, તે માટે મહાભારત "સમજવું" આવશ્યક છે.
આ સુંદર સાહિત્ય ની ભાષા વાંચવા, સમઝવા અને વારંવાર યાદ રાખવા જેવી છે.
ક્યારે શું કરવું, કેવી રીતે કરવું, શું કામ કરવું, કોની સાથે કરવું યા ના કરવું -
આ બધું મહાભારત શીખવે છે.
ધર્મની ગતિ ગહન છે. આ ગહન ધર્મ ને સમઝવા મહાભારત વારંવાર ઘુટવું પડે છે.
ધર્મની જેમ, કર્મની ગતિ ગહન અને જટિલ છે. કર્મના સિદ્ધાંતને સમઝવા મહાભારત અરીસાનું
કામ કરે છે.