હંસલા હાલો ને હવે

 


હંસલા હાલો ને હવે, મોતીડા નહિ રે મળે (૨)
આતો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી
                                                                      મોતીડા નહિ રે મળે

ધીમે ધીમે પ્રીત કેરો દીવડો પ્રગટાવ્યો (૨)
રામના રખેપા માટે, ગુઘટે રે ઢાંક્યો (૨)
વાયરો વાય રે ભેકાર, માથે મેહુલા નો ભાર
                                                                      મોતીડા નહિ રે મળે

વહેલો રે મોડો રે મારો સાઈબો પધારે (૨)
કહેજો રે કે ચુંદડી, લાશે રે ઓઢાડે (૨)
કાયા ભલે રે બળે, માટી માટીમાં ભળે,
પ્રીતડી નહિ રે ડગે,
                                                                      મોતીડા નહિ રે મળે

 

Return to the Festival index

Return to main courtyard of the Haveli

 

bhagwat_s@yahoo.com