નિધિ સ્વરૂપો

 

શ્રીમુકુંદરાયજી ની ભાવના

 

 મુક્ + ઉ + આનન્દ એટલે કે જીવોને મુક્તિ આપી ને આનંદમાં રાખે તે શ્રીમુકુંદરાયજી. 

શ્રીબાલકૃષ્ણજીના સેવ્ય સ્વરૂપ જેવું આ સ્વરૂપ છે અને બાળલીલાનું અત્યંત નાનું સ્વરૂપ છે. જમણા શ્રીહસ્તમાં માખણ અને ડાબો શ્રીહસ્ત જમીન ઉપર છે.

આ સ્વરૂપ બાળલીલા જેવીકે પુતનાવધલીલા, શકટભંજનલીલા નું છે.
એક વાર શ્રીવલ્લભ  ઠકુરાણીઘાટ પર યમુનાજીમાં  સ્નાન કરતાં કરતાં યમુનાષ્ટકની સ્તુતિ કરતાં હતાં તેમના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા “મુકુંદર્તિવર્ધિનિ જયતિ પદ્મબંધોસુતા”  તે સમયે જ તુરંત શ્રીયમુનાજીમાંથી  શ્રીવલ્લભ ની જનોઇ પકડીને એક ખુબ જ નાનું સ્વરૂપ પ્રગટ થઇને બહાર પધાર્યું તેથી તેમનું નામ શ્રીમુકુંદરાયજી રાખવામા આવ્યું.

આ સ્વરૂપની સેવા શ્રીનાથજી મંદિરના મુખ્યાજી રામદાસજી કરતાં, ત્યારબાદ આ સ્વરૂપની સેવા પદ્મનાભદાસે કરી, જ્યારે તેઓ લીલામાં પધાર્યાં ત્યારે ફરી પાછું આ સ્વરૂપ શ્રીનાથજી ની સાથે બીરાજી ગયું. શ્રીવલ્લભના પરિવારમાં  ઘણાં વર્ષો સુધી બીરાજમાન થયા બાદ શ્રીગુંસાંઇજીએ આ સ્વરૂપ તેમના પ્રથમ પુત્ર શ્રીગિરિધરલાલજી ને માથે પધરાવી દીધું.

આ સ્વરૂપ હાલમાં કાશી / બનારસમાં બિરાજમાન છે.

                   

કામિની રોહિત મેહતા

© Kaminiben Mehta [email protected]

 

Return to the Introduction index

Return to main courtyard of the Haveli