નિધિ સ્વરૂપો

 

મદનમોહનજી ની ભાવના

 

વ્રજભક્તો / ગોપીજનો ઉપરાંત સૌના મનને કામરૂપી મોહ પમાડનાર સ્વરૂપ એટલે મદનમોહનજી.

મદનમોહનજીનું આ લઘુરાસ એ લીલાનું સ્વરૂપ છે.
વાંસળી વગાડતાં વગાડતાં રાધાજી ને તો બોલાવે છે પણ સાથે સાથે વ્રજભક્તો ને પણ પોતાની તરફ વેણુના સુમધુર ધુન થી ખેંચે છે. 

શ્રીરાધાજી અને  શ્રીચંન્દ્નાવલીજી એમ બે શ્રીસ્વામિનિજી સાથે બિરાજે છે, તેઓના શ્રીહસ્તમાં કમળની માળા છે. શ્રીમદનમોહનજી ના બંન્ને શ્રી હસ્ત માં વેણુ છે. 

શ્રીમહાપ્રભુજી ના દાદા  શ્રીયજ્ઞનારાયણ ભટ્ટજી ને સોમયજ્ઞ સમયે અગ્નિકુંડમાંથી મળી આવ્યું હતું. મતલબ એ છે કે શ્રીમદનમોહનજી નું સ્વરૂપ શ્રીમહાપ્રભુજી ને વારસામાંથી મળેલુ જેને શ્રીગુંસાઇજી પ્રભુચરણે પોતાના સાતમા પુત્ર શ્રીઘનશ્યામલાલજી ને માથે  આ સ્વરૂપ પધરાવી આપેલું. જે હાલમાં સાતમા ગૃહમાં કામવનમાં બિરાજમાન છે.

           

 

કામિની રોહિત મેહતા

© Kaminiben Mehta [email protected]

 

Return to the Introduction index

Return to main courtyard of the Haveli