નિધિ સ્વરૂપો

 

શ્રીકલ્યાણરાયજી ની ભાવના

પ્રયાગ થી દૂર કડા નામનું ગામ છે, તેના તળાવ માંથી આ સ્વરૂપ મળી  આવ્યુ. આ સ્વરૂપ દેવી ના સ્વરૂપ જેવુ દેખાતું હતું, તેથી ગામવાસીઓ એ તેને કલ્યાણીદેવી નામ આપી, તળાવ ની નજીક મંદિર બાંધી તેમનું સ્થાપન કર્યુ. 

એકવાર શ્રીમહાપ્રભુજી પરિક્રમા કરતાં કરતાં ત્યાં પધાર્યા. તે સમયે શ્રીઠાકુરજીએ તેમને સૂચન કર્યું કે ગામવાસીઓ મારી દેવી ની જેમ પૂજા કરે છે, પણ હું દેવી નથી.  તુરંત શ્રીમહાપ્રભુજી ત્યાં પધાર્યા. તેમણે એક સાડી માંથી બે ટુકડા કર્યા, એક  ની ધોતી કરી અને બીજા ની પાઘ બનાવી ને શ્રીજીને મસ્તક પર ધરાવી. તે સ્વરૂપનું નામ તેમણે શ્રી કલ્યાણરાયજી રાખ્યુ. 

આ સ્વરૂપ શ્યામવર્ણ  અને ચતુર્ભુજ છે,  અને તે ભક્તોનું કલ્યાણ કરતાં હોવાથી  તે કલ્યાણરાયજી તરીકે ઓળખવામાં આવે છે.  

ચાર હાથમાં ગદા, પદ્મ, ચક્ર અને  શંખ ધરાવે છે. તેમની પિઠિકા ત્રિકોણ છે. ગોપીજનોએ કૃષ્ણ ને પતિ તરીકે મેળવવા માટે કાત્યાયની વ્રત કર્યું, વ્રત પુરુ થતાં શ્રીઠાકુરજીએ તેમનો મનોરથ  પૂર્ણ કરવા લઘુરાસ લીલા કરી.

તે જ આ સ્વરૂપ છે જેને શ્રીગુંસાઇજી પ્રભુચરણે તેમના છઠ્ઠા લાલન શ્રીયદુનાથજી ને પધરાવી આપ્યુ હતું.  હાલમાં બરોડા શહેર માં બીરાજે છે.

 

કામિની રોહિત મેહતા

© Kaminiben Mehta [email protected]

 

Return to the Introduction index

Return to main courtyard of the Haveli