ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો


પદ્મનાભદાસ

 

પદ્મનાભદાસ આચાર્યશ્રી મહાપ્રભુજીના અનન્ય સેવક હતા.
જન્મે
કર્મે બ્રાહ્મણ, અને કથાવાર્તા કરી પોતાનો નિર્વાહ કરતાં.

આચાર્યશ્રી મહાપ્રભુજી કનોજ પધાર્યા ત્યારે એમના શ્રીમુખેથી શ્રીમદ્ ભાગવતના વચનામૃત શ્રવણ કરી. એમના અલૌકિક પ્રભાવથી એમના શરણે જઇ નામ- નિવેદન પામ્યા. આચાર્યશ્રીના દિવ્ય વચનોને અનુસરીને ભગવતકથા વ્યવ્સાયર્થે  નહિ કરવાનો સંકલ્પ કર્યો.

આચાર્યશ્રીએ ભાગવતસેવા કરવાની આજ્ઞા આપી. ભગવત સ્વરૂપનું માહાત્મ્ય જાણવાની ઇચ્છા કરી, એટ્લે શ્રી  મહાપ્રભુજી એમને વ્રજમાં સાથે લઈ ગયા. મહાવન પાસે રમણસ્થળ આવેલું છે. ત્યાં યમુનાજીના કિનારે સામેની બાજુએ કર્ણાવલમાં શ્રી મહાપ્રભુજી બિરાજમાન હતા. પ્રાતઃકાળનો સમય હતો, અને એકાએક યમુનાજીનો કરાડો તૂટ્યો. તેમાંથી એક તાડ જેવું મોટું ભગવત સ્વરૂપ પ્રગટ થયું, અને આચાર્યજી પાસે આવીને પોતાની સેવા કરાવવા આજ્ઞા કરી. ત્યારે શ્રી વલ્લભે વિનંતી કરી કે, "હે પ્રભુ આપના આવા વિરાટ સ્વરૂપની સેવા કરવાનું કોઈનામાં સામર્થ્ય નથી. આપ જે રીતે માતા યશોદાની ગોદમાં બિરાજયા હતા, તેવા વૈષ્ણવોની ગોદમાં બેસી શકાય તેવા સ્વરૂપવાળા બની જાવ."

શ્રી ઠાકોરજીને વલ્લભ બહુ વહાલા લે વલ્લભની વિનંતી તરત સ્વીકારી. શ્રી ઠાકુરજી શ્રી વલ્લભની ચિબુકથી મસ્તક સુધીનું કદ ધરાવતું નાનકડું સ્વરૂપ ધારણ કરી લીધું. તે સાવરૂપ શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, સખા, સખીઓ, વ્રજ, કુંજ, ગામ, ચોર્યાસી કોસ વગેરેના ચિન્હો ધરાવતું હતું. તેથી શ્રી મહાપ્રભુજીએ શ્રી મથુરાનાથજી એવું નામ પાડ્યું.

આચાર્યશ્રી પદ્મનાભદાસને કહ્યું કે, "કેમ તારો મનોરથ પૂરો થયો? તેં પ્રભુનું માહાત્મ્ય નજરે નિહાળ્યું ને?" પદ્મનાભદાસે આચાર્યજીના ચરણર્વિંદ્મમાં દંડવત કર્યા અને કહ્યું કે "આપ સ્વામી છો આપની કૃપાથી શું બને?"

આચાર્યશ્રી તેના દૈન્ય ભાવથી પ્રસન્ન થયા અને શ્રી મથુરેશજીનું સ્વરૂપ તેને પધરાવી આપ્યું.

 

 

પૂર્વી મલકાણ મોદી
©
Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli