ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો


 

પુરુષોત્તમદાસજી અને તેમની સ્ત્રી

 

 

પુરુષોત્તમદાસજી અને તેમની સ્ત્રી આગ્રામાં રાજઘાટ ઉપર રહેતા હતા.
તેમના
બંનેના માતાપિતા ત્યાં પાડોશમાં રહેતા હતા. બંને ક્ષત્રી કુટુંબોને પરસ્પર મિત્રતા હતા, તેથી તેમણે તેમના દીકરા દીકરીના લગ્ન કરવાનો નિશ્ચય કર્યો.

તેમના લગ્ન બાદ તેમના પિતાનું મૃત્યુ થયું તે અરસામાં શ્રી મહાપ્રભુજી આગરામાં પધાર્યા. પુરુષોત્તમદાસજી અને તેમની સ્ત્રીએ શ્રી મહાપ્રભુજીને જોયા. તેઓ તેમની પાસે દોડી ગયા અને પોતાને શરણે લેવાની વિનંતી કરી. આથી આચાર્યશ્રીએ બંને પતિ પત્નીને નામનિવેદન કરાવ્યુ. ત્યારે પતિ પત્ની બંને શ્રીમહાપ્રભુજીને વિનંતી કરી કહ્યું કે કૃપા કરીને આપ અમને શ્રી ઠાકુરજી પધરાવી આપો, ત્યારે શ્રી મહાપ્રભુજી કહ્યું કે હમણાં આપ બંને થોડો સમય થોભી જાવ. તમે વૈષ્ણવ થયા છો તે સાંભળીને તમાર બંનેની માતા ખૂબ કલહ અને કંકાશ કરશે. ઝગડો ઘણો વધશે, અને પરિણામ સારું નહીં આવે. એમનામાં જરાપણ દૈવી અંશ નથી, એટ્લે તેમને વૈષ્ણવી રીતભાત જરાપણ પસંદ નહીં આવે. જ્યારે પરિસ્થિતિ અનુકૂળ થાય, ત્યારે અડેલ આવજો. તે સમયે તમને સેવા પધરાવી આપીશું.

પુરુષોત્તમદાસજી અને તેમની પત્નીએ ત્રણેક દિવસ સુધી પોતે વૈષ્ણવ બન્યા છે તે વાત છુપાવી રાખી, પણ તેમના ગળામાં કંઠી નિહાળી, તે બંનેની માતાઓએ ઝગડો શરૂ કરી દીધો. બંનેની માતાએ અનેક રીતે તેમણે વૈષ્ણવ ધર્મ છોડાવવા પ્રયત્ન કર્યો, પણ પુરુષોત્તમદાસજી અને તેમની પત્ની અટલ રહ્યા.

તેથી તે બંનેની માતાએ કહ્યું કે જો તેઓ કંઠી નહી ઉતારે તો તેઓ કૂવામાં પડી આપઘાત કરશે, પણ પુરુષોત્તમદાસજી અને તેમની સ્ત્રી કોઈ પણ સંજોગોમાં પોતાનો ધર્મ છોડવા તૈયાર થયા. આથી બંનેની માતાઓનું મિથ્યાભિમાન ઘવાવાથી આસુરીભાવયુક્ત બંને માતાઓ રાતના સમયે પોતાના ઘરના કૂવામાં પડી મરણ પામી. આવા અનેક લૌકિક અને સાંસારિક બંધનો હોવા છતાં, પુરુષોત્તમદાસજી અને તેમની સ્ત્રી ધર્મને વળગી રહ્યા.

આવા ધર્મપરાયણ પતિ પત્નીને આપણા વંદન હજો.

 

પૂર્વી મલકાણ મોદી
©
Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli