ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો

 

ક્ષત્રી ગજ્જન ધાવન

 

ક્ષત્રી ગજ્જન ધાવન મહાપ્રભુજીના અનન્ય સેવક હતાં.
તેમણે વ્યસન દશા સિધ્ધ થયેલી હતી.

ગજ્જન ધાવનને શ્રી નવનીતપ્રિયાજી સાનુભાવ કરાવતા. ગજ્જન ને તે ગાય કરતા, ઘોડો કરતા અને ઉપર ચઢતા તેથી ગજ્જનના ઢીંચણ ઘસાઈ જતા, પણ ગજ્જનને તેના દેહનુ ભાન પણ રહેતું. શ્રી ઠાકુરજીના સ્વરૂપના દર્શન કરવાનું વ્યસન પડી ગયું હતું.

ગજ્જન, મંદિરના દ્વારમાં સેવા સમયે સન્મુખ બેસી રહે, અનોસર દરમ્યાન પણ મંદિરમાં રહે અને શ્રી નવનીતપ્રિયાજી સાથે ખેલે. તેમનાથી પળભર પણ અલગ રહે.

એક દિવસ બીડી માટે પાન હતા, આથી અકકાજીએ ગજ્જન ને કહ્યું કે," પૈસા લો અને બજારમાંથી થોડા પાન લઈ આવો."

શ્રી નવનીત પ્રિયાજી વગર ગજ્જન એક પળ પણ રહી શકે પરંતું ગુરુના ઘરની આજ્ઞા હતી તેમણે કેમ ઉથાપાય? ગજ્જન પાન લેવા ગયા અને જેવા મંદિરની બહાર નીકળ્યા તે સાથે તેમણે વિરહજ્વર ચઢવા લાગ્યો. પછી મૂર્છિત થઈને દુકાન પર પડી ગયા. શ્રી આચાર્યજી રાજભોગ ધરાવ્યો ત્યારે શ્રી નવનીત પ્રિયાજી કહેવા લાગ્યા કે જ્યારે ગજ્જન આવશે ત્યારે હું રાજભાગ આરોગીશ.

આથી શ્રી આચાર્યજી બધાને પૂછવા લાગ્યા કે ગજ્જન ક્યાં ગયો છે ?અકકાજીએ કહ્યું કે મે પાન લેવા માટે મોકલ્યા છે. પરંતું હજુ પાછા નથી આવ્યા.

આચાર્યજીએ  કહ્યું કે ગજ્જનને કેમ મોકલ્યો ? ગજ્જન સાથે શ્રી નવનીત પ્રિયાજી હળી ગયા છે આજ પછી તેમણે કોઈ કામે મોકલશો નહીં.
ત્યાં એક વૈષ્ણવ સમાચાર લાવ્યો, કે ગજ્જન ધાવન તો બજારમાં બેશુધ્ધ પડ્યા છે !
સાંભળીને આચાર્યજી કહ્યું, કે જલ્દી જાઓ અને તેમને કહો કે તમને આચાર્યજી બોલાવે છે.

સાંભળીને વૈષ્ણવ દોડ્યો જઈને મૂર્છિત બનેલા ગજ્જન ધાવન ના કાનમાં જઈને શ્રી આચાર્ય મહાપ્રભુજીનો સંદેશ સંભળાવ્યો. સંદેશ સાંભળીને ગજ્જન ધાવનને શુધ્ધિ આવી તેમનો વિરહજ્વર ઉતરી ગયો દોડીને તેઓ પાછા મંદિરમાં પધાર્યા. તેમના આવ્યા બાદ શ્રી નવનીત પ્રિયાજી આનંદથી રાજભાગ આરોગયો.

આવા ભગવત પ્રેમના ચરણચિન્હ સમાન શ્રી ગજ્જન ધાવનને આપણાં કોટિ કોટિ વંદન.

 

પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli