ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો

 

૩)દામોદરદાસ સંભરવાળા

 

દામોદરદાસ સંભરવાળા આચાર્યજી મહાપ્રભુજીના અનન્ય દાસ્ય ભાવ વાળા કૃપાપાત્ર સેવક હતા.

તેમની ભગવદ સેવાથી આચાર્યજી ને અત્યંત પ્રસન્નતા અનુભવતા તેઓ સ્વમુખેથી કહેતા જેણે રાજા અંબરીશ ન જોયો હોય તે દામોદરદાસને જુએ. પણ રાજા અંબરીશ તો મર્યાદા માર્ગીય હતા, પણ દામોદરદાસજી તો પુષ્ટિ માર્ગીય છે.

એક દિવસ દામોદર દાસ મકરસ્નાન માટે પ્રયાગમાં આવ્યાં હતા ત્યારે તેઓ કૃષ્ણ દાસ મેઘન ને મળ્યા તેમની પાસેથી આચાર્યજી વિષે જાણ્યું. ત્યાર પછી મહાસુદ પૂનમે દામોદર દાસજી ત્રિવેણી સંગમમાં સ્નાન કરી રહ્યાં હતા, ત્યારે તેમને પાણીમાંથી એક તામ્રપત્ર પ્રાપ્ત થયો. તેઑ તે તામ્રપત્ર લઈ ઘેર ગયાં. રાત્રિ ના સમયે તેને સ્વપ્ન આવ્યું કે જે વ્યક્તિ આ પત્ર વાચી શકે તેમના શરણે જજે.

પ્રયાગમાં અને અન્ય સ્થળો એ અસંખ્ય પંડિતો અને વિદ્વાનોને તેમણે તે પત્ર વંચાવવા નો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ એ પત્ર વાચી ન શક્યું એક સમયે તેઓ ક્નોજ આવ્,યાં ત્યારે તેઓ શ્રીમહાપ્રભુજી પાસે  ઉપસ્થિત થયા. ત્યારે આચાર્યજી એ પુછ્યું કે તામ્ર પત્ર મળ્યો છે તે ક્યાં છે ? દામોદરદાસજી કહે કે મહારાજ પત્ર નું શું કામ છે? ત્યારે આચાર્યજીએ કહ્યું કે તમને ભગવદ આજ્ઞા થઈ છે ને જે પત્ર વાચી આપે તેમના શરણે તું જજે માટે અમારો પત્ર લાવ.

આમ દામોદરદાસજી એ દીનતા બતાવી તો મહાપ્રભુજી એ ભગવદ આજ્ઞા અનુસાર વર્તવાનો આગ્રહ રાખ્યો.

પૂર્વી મલકાણ મોદી
©
Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli